Kavi Shree Daad Govt. Arts & Commerce College, Paddhari
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

વિશ્વયોગ દિવસની ઉજવણી (રાષ્ટ્રીય સેવા યોજના અને શારીરીક શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે)

વિશ્વયોગ દિવસની ઉજવણી (રાષ્ટ્રીય સેવા યોજના અને શારીરીક શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે)

21/06/2021
PADDHARI

સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ પડધરી રાષ્ટ્રીય સેવા યોજના અને શારીરીક શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે વિશ્વયોગ દિવસની ઉજવણી ૨૧/૦૬/૨૦૨૧ વિદ્યાર્થીમાં યોગ પ્રત્યે જાગૃતિ કેળવાય, યોગનું મહત્વ સમજે તેવા હેતુથી “વિશ્વ યોગ દિન”ની વ્યાપક પ્રમાણમાં ઉજવણી થાય તે હેતુથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટનાં એન.એસ.એસ. વિભાગની સુચના મુજબ સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, પડધરી ખાતે રાષ્ટ્રીય સેવા યોજના અને શારીરીક શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે તારીખ ૨૧/૦૬/૨૦૨૧ને સોમવારના રોજ રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત “વિશ્વ યોગ દિન”ની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. યોગ દિવસના કાર્યક્રમની શરૂઆતમાં આચાર્યશ્રી દ્વારા દિપ પ્રાગટ્ય કરવામાં આવ્યુ હતુ. ત્યારબાદ શારીરીક શિક્ષણ વિભાગના અધ્યક્ષ ડૉ.સંદીપકુમાર વી.વાળા દ્વારા સર્વેનું સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ આચાર્ય શ્રી ડૉ.એન.એસ. ઠાકર દ્વારા પોતાના પ્રેરક ઉદબોધનમાં યોગને પોતાના જીવનની દિનચર્યાનો ભાગ બનાવે તેવી પ્રેરણાપુરી પાડવામા આવી હતી.અને ત્યારબાદ યોગ માટે આગળનો દોર ડૉ.સંદીપકુમાર વી.વાળાને સોપવામા આવ્યો જેમણે બધાને યોગ કરાવ્યા હતા. યોગ દિવસના કાર્યક્રમના અંતે એન.સી.સી.કૉ-ઓડીનેટર ડૉ.શિવુભાઇ સી.વાળા દ્વારા સર્વેનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો આ કાર્યક્રમમાં કૉલેજના એન.એસ.એસ.અને એન.સી.સી.ના વિદ્યાર્થીઓ તથા સમગ્ર સ્ટાફ દ્વારા યોગ કરવામા આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફીસર ડૉ.ધર્મેશ આર.પરમાર દ્વારા કરવામાં આવ્યુ હતું. સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, પડધરીના આચાર્ય શ્રી ડૉ.એન.એસ. ઠાકરના માર્ગદર્શન અનુસાર કૉલેજના એન.એસ.એસ.પ્રોગ્રામ ઓફીસર ડૉ.ધર્મેશ આર.પરમાર અને શારીરીક શિક્ષણ વિભાગના અધ્યક્ષ ડૉ.સંદીપકુમાર વી.વાળા દ્વારા કૉલેજમાં “વિશ્વ યોગ દિન”ની ઉજવણીનું આયોજન કરવામા આવ્યુ હતુ.