About Association
આ કોલેજની સ્થાપના સરકાર શ્રી દ્વારા ગામડાના વિદ્યાર્થીઓને પણ ઉચ્ચ શિક્ષણની સારી તક મળે એ હેતુથી 2012માં કરવામાં આવેલ છે. આ કોલેજે ખૂબજ ટૂંકા ગાળામાં સમાજને સરકારી અને ખાનગી ક્ષેત્રમાં નોકરી કરતા સારા નાગરીકોની સાથે સાથે સફળ ઉદ્યોગ સાહસિકો પણ આપ્યા છે. જે પોત પોતાના ક્ષેત્રમાં સારી રીતે પોતાની ફરજો બજાવી રહ્યા છે. ભૂતપૂર્વ વિધાર્થીઓ એ કોઈ પણ શૈક્ષણિક સંસ્થાની અમૂલ્ય અસ્ક્યામત હોય છે. જેની સાથે જોડાવાનો સંસ્થાને આનંદ હોય છે. સાથે સાથે જે તે સંસ્થા સાથે એમની પણ ઘણી બધી લાગણી અને સંભારણા જોડાયેલા હોય છે. તેથી આ કોલેજ છોડ્યા બાદ પણ તેઓ કોલેજ સાથે તેમજ એમની સાથે અભ્યાસ કરતા મિત્રવર્તુળ સાથે જોડાઈ શકે, હાલના વિદ્યાર્થીઓને તેમના અનુભવ અને જ્ઞાનનો લાભ આપી શકે અને કોલેજ, સમાજ અને વિધાર્થીઓના ઉત્કર્ષમાં સાથ અને સહકાર આપી કૃતજ્ઞતા અનુભવે એવા આશયથી આ સંગઠનની રચના કરવામાં આવેલ છે.
Certificate of Registration
Certificate of Public Trust

Certificate of Association
